Ads block

Gita Jayanti Vaktrutva Spardha


||ગીતા નો પ્રસાદ, દૂર કરે વિષાદ ! || 2023

બુદ્ધિ કરે અવસાદ, મન કરે પ્રમાદ,
આત્મા નો પોકાર, પ્રાણ બન્યો પાષાણ,
થયો પ્રશ્નો નો પહાડ, શોધે પૌરૂષ નો પ્રકાશ,
મળ્યો ગીતા પ્રસાદ, દૂર કર્યો વિષાદ.. 

આજે મંદિર માં ભગવાન ની મૂર્તિ સામે બે હાથ જોડી ઊભેલો કોઈ સાકર ના બે દાણા નો પ્રસાદ ખાવા નથી ઊભો! અપિતુ આ પ્રસાદ ની સાથે તેને મનોરથો પૂર્ણ કરવા પ્રભુ ની કૃપા જોઈએ છે. પ્રસાદ એટલે જ પ્રભુ કૃપા. 

વિષાદ માં ઘેરાયેલો આજ નો યુવાન જે ચમત્કાર  ની શોધ માં ફરતો રહેલો છે. અકર્મણ્ય, હિન પુરુષત્વ, આત્મ સંયમ રહિત, શ્રદ્ધાહીન ઈશ્વર થી વિમુખ આસુરી સંપત્તિ ને માથે લઈ પ્રસાદ પામવા મંદિર મંદિર ના પગથિયાં ગણી રહ્યો છે. અંબા, મહાકાળી થી લઈને બજરંગ બલી સુધી બધા મંદિરોમાં ટાંટિયા ઘસતો રહેલો યુવાન "જય બજરંગ બલી તોડ દુશ્મન કી નલી" કહેતો બધેથી પ્રસાદ ભેગો કરતો રહેલો છે. 
પણ ગીતા માં ભગવાન સ્પષ્ટ કહે છે, "प्रसादमधिगच्छति" કોણ થશે?
કોના ઉપર પ્રભુકૃપા નો વરસાદ વરસસે?
જે યુવાન "रागद्वेष" થી "वियुक्तैस्तु" છે 
જે યુવાન "विषयान" - "न्द्रियैश्चरन्‌" છે. 
જે યુવાન  "आत्मवश्यै" અને "र्विधेयात्मा" છે. 
તેજ વિષવાત્મા બની  "प्रसादमधिगच्छति" નો અધિકારી બનશે. 

કેટલી સ્પષ્ટ સમજણ ગીતા માં છે. આજ એકમાત્ર છે વિષાદ દૂર કરવા માટેનો ખરેખરો પ્રસાદ. 
પણ! હાયરે ! આજનું માંદલું માનવ્ય, એને રાગદ્વેષ વધારવા માટેજ આ પ્રસાદ જોઈએ છે. હું બીજાથી મોટો કઈ રીતે દેખાઉં? હું આનાથી નાનો, નબળો કેમ છું? "मेरी गाड़ी इसकी गाड़ी से छोटी कैसे?" આવી "छोटी सोच" સાથે પ્રસાદ લેવા મંદિર ના પગથિયાં ચઢ્યા કરે છે.. 
એ ભાઈ!!! "क्यूँ थक रहा हे?"॥ जरा ठहर, जरा गीता हाथ मे ले ले फिर फर्क देख ले॥ 
 પ્રસાદ કેમ જોઈએ? તો .. "विषयान" - "न्द्रियैश्चरन्‌" કરવા માટે.. પણ એનો આત્મા વશમાંજ નથી પછી   "र्विधेयात्मा" થવાનો પ્રશ્ન જ થતો નથી. ભગવાન પણ આવા ભગતો ને જોઈને ખૂબ હસતો હશે કે આ મૂર્ખ ને જે ભોગો માટે સમત્વ બુદ્ધિ લારાખવાનું કહું છું, આને એજ ભોગ જોઈએ છે.. પછી ભગવાન પણ કંટાળી કહી દે છે... "તથાસ્તુ".. પછી આ ભોગો નો ભગત બનેલો યુવાન એની ભ્રામક જાળ માં એવો ભેરવાય છે કે ભોગોની સરકતી રેતીમાં અંદર ને અંદર ખૂંપતો જય છે, પણ એનો વિષાદ દૂર થતો નથી. સંતોષ અને સમાધાન મળતા નથી. 

આ ગીતા ના વિચારો થકી ભગવાન સમજાવે કે તારું મન મંદિર બનાવ, એમાં सर्वस्य चाहं ની મૂર્તિ બેસાડ. તારે પ્રસાદ જોઈએ છે એનાથી વધુ મારા દીકરા તરીકે તને આપવાની તાલાવેલી છે. પણ પહેલાં તારું "वक्षायामि हितकाम्यया" શું છે તે તો જોઈ લે.. તારું શ્રેય શું?, પ્રેય શું? તેની વ્યાખ્યા સમજી લે જરા.. 

બસ! આજ ગીતાની શરૂઆત છે, અર્જુન ને વિષાદ થયો તેને દૂર કરવા પ્રભુ એ ગીતાના અઢાર અધ્યાય કહ્યા. શ્રેય-પ્રેય ની ગૂંચવણ માંથી તેને બહાર કાઢ્યો. આજ ના યુવાને પણ આજ માર્ગ લેવાનો છે. 

વિષાદ વૈયક્તિક હોય, સમાજ નો હોય, રાષ્ટ્ર નો હોય, વિશ્વ નો પણ હોય. 
"વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા.. મામ્પાહિ ૐ ભગવતી ભવ વિષાદ કાપો.. "
યુક્રેન, અજરબૈજાન, પેલેસ્ટાઇન સુધી આજે વિશ્વ માં વિષાદ પ્રસર્યો છે. હિટલર ગયો પણ તેની "બીજાનું નુકસાન કરીને પોતાનો સ્વાર્થ સાધવાની" માનસિકતા જતી નથી જે રાષ્ટ્ર વિષાદ નું કારણ બની છે. નવા સમાજ માં ભોગવાદ, જાતિવાદ, વ્યક્તિવાદ પરાકાષ્ઠા એ પહોંચી Artificially Intelligent બની વિષાદ દૂર કરવાની કોશિષ કરી રહ્યો છે. પરંતુ બધાજ પ્રયત્નો મનુષ્ય ને વધુ નિસ્તેજ, નિષ્પ્રાણ  બનાવી રહ્યા છે. 

આવા સમય માં જયાં માણસ "ગોતી લો.... ગોતી લો.. ગોતી લો..." ની બૂમો પાડી રહ્યો છે, ત્યારે વર્ષો થી પૂ. દાદાજી ના શ્રીમદ ભગવદ્દ ગીતા પાઠશાળા મંદિર ના પ્રસાદ રૂપી વિચારો સ્વાધ્યાય પરિવાર પચાવી રહ્યો છે. વહેવા દ્યો.. વહેવા દ્યો.. વહેવા દ્યો.... 
વ્યક્તિ નહિ સમાજ ને ઘટક તરીકે સ્વીકારો કહી હક્ક ની જગ્યા એ કર્તવ્ય ની સમજ આપી વિશ્વ ને સુદ્રઢ સમાજવ્યવસ્થા ની સમજણ આપનાર દાદાજી અને તેમની આ સંકલ્પના ને સાકાર કરતા પ્રયોગો ની હારમાળા. 
communism અને capitalism ને પડકાર ફેંકી  "स्वकर्म् तम्भ्याच्यर्य" કહી દાદા એ અમૃતાલયમ, વૃક્ષ મંદિર, યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા જેવા પ્રયોગો સાથે માનવ્ય ને જોડી વિષાદ દૂર કરી રહ્યા છે. જોયા છે આપણે એવા પરિવારો ના પરિવારો જે આ સ્વાધ્યાય ના વિચારો ને જીવન માં અપનાવી જગત ના વિષાદો થી કોષો દૂર થઇ ગયા છે. 

આ પરિવારો ના બાળકો મોબાઈલ માં નહીં પણ "ગીતાઈલ" માંથી શિક્ષણ લઈ રહ્યા છે.  આ પરિવારો ના વડીલો જયારે મળે છે ત્યારે એકબીજાને મળીને ભાવ થી ભીના થાય, આનંદિત થાય... આ છોકરાઓ બગડી ગયા છે એવી ફરિયાદો કરતા નથી અપિતુ ગર્વ કરે છે. કારણ તેઓ પ્રભુ પ્રીત્યર્થે કામ કરી રહ્યા છે. ગીતા ની વક્તૃત્વ સ્પર્ધા માં ભાગ લઇ રહ્યા છે. શ્રી કૃષ્ણ ના આવા તેજસ્વી વિચારો લઇ "क्रुवनवन्तो विश्वम् आर्यम्" નો નિરઘોષ કરવા પથ નાટ્યો કરી રહ્યા છે. 

સમાજ ને આજે પડકાર છે, વિવિધ વિષાદો ને દૂર કરવા માટે...તો ભાઈ જરા...
"ગોતી લે....ગોતી લે... ગોતી લે...." તમારી અજૂબાજૂમાંજ આવા સ્વાધ્યાયી પરિવારો છે એમનું જીવન "વહેવા દ્યો.. વહેવા દ્યો..." જરા જઈને ડોકિયું તો કરો જી! 

સવારે બધા ભવન નું નામ લઈને ઉઠે, પોતાના કામ કાજ માં લાગે, બધા સાથે "Divine Brotherhood under fahter hood of god" ના દૈવી ભાતૃભાવ સાથે વ્યવહારો કરે. કોઈને નીચો ના પડે, તો ના પોતાની બડાઈઓ હાંકે. સાંજે આખો પરિવાર ભેગો થાય. કામ ના કલાકો નિશ્ચિત. બાકીનો સમય જીવન વિકાસાર્થ આપવાનો. સાડા આઠ વાગે આખું કુટુંબ પ્રાર્થના માં ભેગું થાય. ઘરના વડીલ સૂક્તિ ની દીક્ષા આપે, બાળકો મોટા ને પગે લાગે સન્માન આપે. સારા પુસ્તકો નું વાંચન કરે. આવા પવિત્ર વિચારો પોતાના સુધી સીમિત ના રાખતા ભાવ ફેરી અને ભક્તિ ફેરી ના માધ્યમ થકી ઘરે ઘરે પહોંચાડે. 

આવો પ્રસાદ પામેલો પરિવાર વિષાદ થી દૂર હોય. પ્રસાદ પામેલો આ પરિવાર કેવો હોય?
તો ભગવાન કહે...
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते ।
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते
આ પ્રસાદ થી સર્વ દુઃખો દૂર થાય છે. પ્રસાદ પામેલા ને દુઃખ મળતું નથી એમ નથી પરંતુ આ દુઃખો સામે જોવાની દ્રષ્ટિ બદલાય છે. તેને જીવન પ્રત્યે જોવાનો વિધાયક દ્રષ્ટિકોણ મળ્યો છે. તેનો ડોળો બદલાવાથી સર્વ દુઃખો ની  હાનિ થાય છે અને તે પ્રસન્ન ચિત્ત થઇ જાય છે. તેની દ્રષ્ટિ સ્થિર થાય છે. બસ આજ છે પ્રસાદ.ગીતા નો પ્રસાદ! "प्रसद्स्तु प्रसन्नता"
ખરેખરજ!
ગીતા નો પ્રસાદ, દૂર કરે વિષાદ !