Ads block

સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા


સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.

ત્રિકાળ સંધ્યા નો પ્રથમ ડોઝ, કેન્દ્રસ્થ નો બીજો ડોઝ, અને વ્રતી નો બુસ્ટર ડોઝ લગાવી સ્વાધ્યાયી સાંપ્રત સમાજ માં ગીતા ના પથ પર ચાલી ફક્ત મૂકદર્શક ન બનતાં પથ દર્શક બની રહ્યો છે.

मुखं च परिशुष्यति અને  त्वक्चैव परिदह्यते ના લક્ષણો જોઈ ગભરાઈ ગયેલા સાંપ્રત સમાજને હવે સમજાઈ ગયું છે કે ફક્ત અર્થ નહીં, સાથે અથર્વ નો સમન્વય સાધવો પડશે. 
હૃદય નું ક્ષુદ્ર દૌર્બલ્ય કાઢવા પ્રકૃતી ના પૂજારી બની પાંડુરંગ ના પ્રયોગો નો પથ, પકડવો પડશે. 

આ સાંપ્રત સમાજ शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्‌ કહી ગીતા ના પથ પર ચાલશે
 ત્યારે તેને वासांसि जीर्णानि તથા नैनं छिन्दन्ति शस्त्राणि નું જ્ઞાન મળશે. 
માનવી સંકટમય સ્થિતિ માં પણ ભય મુક્ત બની શકશે.  

ગીતા ના પથ પર ગીતાકાર  સમજાવે કે 
जातस्त हि ध्रुवो मृत्यु, र्ध्रुवं जन्म मृतस्य च. 
સાંપ્રત સમાજ ને  नियतं कुरु कर्म त्वं ની એટલી ટેવ પડી ગઈ હતી કે 
Lock લાગતાજ Down થઇ ગયો. 
પરંતુ પાંડુરંગ ના परस्परं भावयन्तः પામેલા પુરુષાર્થીઓએ 
આ lock ને લલકાર આપી નવા Divine Dawn  સાથે Unloking શરુ કર્યું.  
ગીતા જ્ઞાન થકી કર્મ અને સંન્યાસ નો સમન્વય એટલેજ Locking - Unlocking phases. 
સ્વાધ્યાયી ને ખબર છે કે काङ्‍क्षन्तः कर्मणां सिद्धिं કરી अकर्मणश्च बोद्धव्यं ક્યારે કરવું.

માણસ માણસ ને ચેપ લગાડી રોગી બનાવી શકે એ દુનિયા એ હમણાં જોયું, 
પણ સ્વાધ્યાયી તો માનવ ને માનવ સાથે જોડી યોગી થવાનો ચેપ લગાડે છે. 
અસલી oxygen ટેંક અહીં તમને મળશે. અમારા કૃષિઓ, વૃક્ષો ના મંદિરોમાં. 
જ્યાં સ્વાધ્યાયી આનંદિત થઇ સ્વચ્છ હવા સાથે આત્મસંયમી બની જ્ઞાન વિજ્ઞાન ની વાતો કરે છે. કૃતિશીલ અહીં અક્ષર અને બ્રહ્મ નું જ્ઞાન મેળવી મગજ માં ગુહ્ય રાજવિદ્યાનું oxygen ભરે છે. 

વૃક્ષ માં વાસુદેવ ની વિભૂતિનું  વિશ્વરૂપ દર્શન કરાવી દાદા,
 તમે ભક્તિ કરતાં શીખવ્યું. 
અમારા કટાઈ ગયેલા કર્મ અને ગંધાઈ ગયેલા જ્ઞાનમાં 
ભક્તિનો પ્રાણવાયુ એવો પૂર્યો કે  
उपद्रष्टा, અनुमन्ता,भर्ता, भोक्ता પરમેશ્વર ને પામી લીધા. 

પેહલા, બીજા, ત્રીજા આવા અનેક wave ને weiver કરી 
 सुखस्यैकान्तिकस्य च સુધી પહોંચવાની વાતો કાંઈ આજકાલ ની નથી. 
વર્ષોથી  सर्वारम्भपरित्यागी गुणातीतः સ્વાધ્યાય પરિવાર ગામડે ગામડે - ઘરે ઘરે પથદર્શક ગીતા ના વિચારો થકી સાંપ્રત સમાજ ને સુસંસ્કૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.  

અહીંયા ऊर्ध्वमूल: વિશ્વ ની વાતો નથી પણ ममैवांशो ના માર્ગદર્શક આશ્વાસન દ્રારા માનવમાત્ર ને ગૌરવાન્વિત કરી उत्क्रामन्तं સ્થિતિ આપવાનો પ્રયાસ છે.

ભય ત્યજી, ભાથું લઇ, ભરથાર ના વિચારો સાથે સમય આપનારા સ્વાધ્યાયી નો જમાનો છે.  
एतद्‍बुद्ध्वा बुद्धिमान्स्यात्कृतकृत्यश्च भारत!.   
કૃતનિશ્ચયી, કર્મયોગી, કૃતિશીલ સ્વાધ્યાયી જયારે ગામડે ગામડે પુરુષોત્તમ ના વિચારો સાથે ભ્રમણ  કરે,
ત્યારે સાંપ્રત સમાજના દેવો અને અસુરો ને સાથે આવવાની ફરજ પડે છે. 

दम्भो, दर्पो,  અभिमानश्च ની દુનિયામાં अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः 
થવા કરતાં ત્રિકાળ સંધ્યામાં શ્રદ્ધા રાખી 
વન થી લઇ પ્રત્યેક વનવાસી સુધી 
જેટલા શ્વાસ એટલા આવાસ એજ મારો વિશ્વાસ. 
એમ સમજી ઘરઘર ને ઘરમંદિર બનાવી ગીતા નું ગાન ગાઈશું.

સમસ્યા પર્યાવરણ ની હોય કે પ્રાણ ની, 
રાજા ની હોય કે રાજયોગ ની, 
અમે ગોવીંદ પ્રોટોકોલ નું પાલન કરનારા સ્વાધ્યાયી છે. 

અમને ખબર છે કે ઘરે આવી તરતજ તામસી વિચારોનો વાયરસ 
દાબુ (દાદા ની બુદ્ધિ) થી ધોઈ નાખવાનો. 
દાબુ ના સાત્વિક વિચારો નો નાસ લઇ લેવાનો, 
અને નિયમિત શરીર ને હસતું રમતું રાખવા દર અઠવાડિયે કેન્દ્ર નો કાઢો પી લેવાનો.

અરે અમે તો વિદ્યા માં પ્રેમ નું સંવર્ધન કરીએ,
મત્સ્ય માં ગમતી ગંધ પ્રસરાવીએ, 
અમૃત આલય માં સુખ દુઃખ વહેંચીએ. 

અમે बुद्धिनाशो થઇ विनाशात  થવાની જગ્યાએ  
ॐ तत्सदिति निर्देशो કહી  एषः पन्था एतत् कर्म...
પાંડુરંગ પથદર્શક રૂપી ગીતાના  વિચારોને સાંપ્રત સમાજમાં સમાવિષ્ટ કરીયે.

सर्वधर्मान्परित्यज्य स्वाध्यायं शरणं व्रज ।
स्वाध्यायत्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ||

સંક્રાંતિ નો કાળ ખરેખર ક્રાંતિ કેરો કાળ છે ।
પથ દર્શક ગીતા ના પ્રણેતા દાદાજી નો નાદ છે ।।
અર્જુન નો વિષાદ નહીં અહીં મોક્ષ અને સંન્યાસ છે ।
સાંપ્રત સમય નો કાળ ખરેખર સ્વાધ્યાય કેરો કાળ છે ।।।।...
===


નીચે લિંક પર ગીતા ના 18 અધ્યાય હિન્દી માં અનુવાદ સાથે મળશે...
[posts--tag:Gita--18]