નૈયા ઝૂકાવી મેં તોનૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના...

સ્વાર્થ નું સંગીત ચારે કોર બાજે,
કોઈનું કોઈ નથી દુનિયા માં આજે,
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના...
ઝાંખો ઝાંખો ૧

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા ,
રાગ અને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા,
જોજે આ જીવનમાં  ઝેર પ્રસરાય ના... 
ઝાંખો ઝાંખો ૨

શ્રદ્ધાના દીવડાને જલતો તું રાખજે,
નિશદિન સ્નેહ કેરુ તેલ તેમાં નાંખજે,
મનના મંદિરે જોજે અંધકાર થાય ના... 
ઝાંખો ઝાંખો ૩

નૈયા ઝૂકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: