॥ शिवमहिम्नः स्तोत्रम् ॥
महिम्नः पारं ते परमविदुषो यद्यसदृशी
स्तुतिर्ब्रह्मादीनामपि तदवसन्नास्त्वयि गिरः।
अथावाच्यः सर्वः स्वमतिपरिणामावधि गृणन्
ममाप्येषः स्तोत्रे हर निरपवादः परिकरः॥१॥
હે ભગવાન, તમારી મહિમા અપરંપાર છે, મોટા વિદ્વાન માણસો પણ એનો પાર પામી શકતા નથી.
જેમ પક્ષી પોતાની શક્તિ પ્રમાણે ઉડે છે એ રીતે બધા લોકો પોત પોતાની બુદ્ધિ અનુસાર તમારી સ્તુતિ કરે છે.
જે રીતે એ તમામ સ્તુતિ કરનારા લોકો તેમનો દોષ હોવા છતાં પણ એ નિર્દોષ છે, એ રીતે મારો આ શિવ મહિમ્ન સ્તોત્ર ગાવા ના પ્રયાસ ને પણ દોષ ના દેવાય. || 1 ||
अतीतः पन्थानं तव च महिमा वाङ्मानसयो:
रतद्व्यावृत्त्या यं चकितमभिधत्ते श्रुतिरपि।
स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः
पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः॥२॥
તમારો મહિમા મન અને વાણી ની તાકાત બહાર નો છે
શ્રુતિઓ (ઋષિમુનિઓ એ કીધેલી વાતો) પણ તમને વર્ણવતા ખચકાટ અનુભવે છે
તમે કેવા ગુણો ધરાવો છો? યથા યોગ્ય રીતે કોણ તમને વર્ણવી શકે? (કોઈ નહિ)
તેમ છતાં મન અને વાણી થી જેને ના વર્ણવી શકાય એવા તમારા સગુણ સ્વરૂપ ની તો ભગવાન શંકર, બધા જ સ્તુતિ કરે છે || 2 ||
मधुस्फीता वाचः परमममृतं निर्मितवत:
स्तव ब्रह्मन्किं वागपि सुरगुरोर्विस्मयपदम्।
मम त्वेनां वाणीं गुणकथनपुण्येन भवतः
पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन बुद्धिर्व्यवसिता॥३॥
તમે તો વેદો ની મધ જેવી વાણી ના રચયિતા છો
વાણી ના ભંડાર રૂપ બ્રહ્મા આદિ દેવો ની સ્તુતિ પણ તમને ખુશ ના કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ પમાડે?
મારી વાણી થી તમે આનંદ પામો એવી મારી ધારણા જ ન નથી
તમારા સ્તવન થી તો હું ફક્ત મારી વાણી ને નિર્મળ કરું છું || 3 ||
तवैश्वर्यं यत्तज्जगदुदयरक्षाप्रलयकृ
त्त्रयीवस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु।
अभव्यानामस्मिन् वरद रमणीयामरमणीं
विहन्तुं व्याक्रोशीं विदधत इहैके जडधियः॥४॥
તમારું ઐશ્વર્ય જુદા જુદા ગુનો એ કરીને બ્રહ્મા, વિષ્ણુ મહેશ એ ત્રણે વ્યક્તિ માં આરોપિત છે
અને તે બ્રમ્હા, વિષ્ણુ તથા રુદ્ર - સત્વ, રાજસ અને તમસ એ ત્રણ ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતીત થાય છે
પણ હે વરદાન આપનાર ભગવાન, જળ બુદ્ધિ વાળા લોકો તમારું સ્વરૂપ ના સમજી શકવા ને લીધે તમારી નિંદા કરે છે. નિંદા પાપી લોકો કરે.
આ નિંદા કરવાનું પાપી પુરુષો નું કાર્ય જ નિંદનીય છે. || 4 ||
किमीहः किंकायः स खलु किमुपायस्त्रिभुवनं
किमाधारो धाता सृजति किमुपादान इति च।
अतर्क्यैश्वर्ये त्वय्यनवसर दुःस्थो हतधियः
कुतर्कोऽयं कांश्चिन्मुखरयति मोहाय जगतः॥५॥
હે ભગવાન, તમે જ ત્રણેય ભુવન ની ઉત્ત્પત્તિ કરી છે
પણ, જડ બુદ્ધિ વાળા લોકો જગત ને ઉત્ત્પન્ન કરવા માટે કયી ક્રીયા થતી હશે? તે કેવા પ્રકાર ની હશે?
એનું કારણ શું હશે અને એનાથી શું લાભ થતો હશે? આવા કુતર્કો કરે છે. આવા કુતર્કો ને લીધે જગત ના લોકો ભ્રમિત થાય છે
પણ આપણા વિષે આવા કુતર્કો કરવા જ અયોગ્ય છે કારણ કે આપ તો અચિંત્ય માહાત્મ્ય વાળા છો. તમારા વિષે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી એવું માહાત્મ્ય છે તમારું.|| 5 ||
अजन्मानो लोकाः किमवयववन्तोऽपि जगता
मधिष्टातारं किं भवविधिरनादृत्य भवति।
अनीशो वा कुर्याद्भुवनजनने कः परिकरो
यतो मन्दास्त्वां प्रत्यमरवर संशेरत इमे॥६॥
હે ભગવાન, શું આ જગત એના નિર્માતા વગર નું હોઈ શકે, જો એનો આકાર હોય તો? જે સાકાર વસ્તુ છે એનો જન્મ હોય છે, જેમ ઘોડો સાકાર છે તેથી તે ઉત્તપત્તિમાન છે. તેવી જ રીતે આ જગત તમારી ઈચ્છા વિના કેવી રીતે ઉત્ત્પન્ન થયું હશે? આ બ્રહ્માંડ ને ઉત્ત્પન્ન કરવા માટે અનેક પ્રકાર ના સંદેહ, સદબુદ્ધિ વિહોણા લોકો રાખે છે.
પણ, તમારા પર સંદેહ કરવો યોગ્ય નથી અને જગત ને ઉત્તપન્ન કરવા માટે તમારા સિવાય બીજો કોઈ સમર્થ પણ નથી. || 6 ||
त्रयी साङ्ख्यं योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च।
रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥७॥
ત્રણ વાક્યો વડે વેદો તમારી પ્રાપ્તિ નો માર્ગ બતાવે છે. 1+
સાંખ્ય, યોગ શાસ્ત્ર અને પશુપતિ વડે અનુક્રમે કપિલ, પતંજલિ મુનિ અને વૈશેષિક શાસ્ત્ર વડે કણાદ મુનિ 3+
તથા નારદ મુનિ જેઓ 'નારદ પંચરાત્ર' ના રચયિતા છે તેઓ વૈષ્ણવ માટે દ્વારા તમારી પ્રાપ્તિ નો માર્ગ બતાવે છે. 1 = 5
આ મુખ્ય પાંચ =5 ભેદ છે. અને બધાજ જુદા જુદા માટે વાળા લોકો અહંકાર થી પોટ પોતાના સિધ્દ્ધાંત ને જુદા જુદા મને છે.પણ જેમ જુદા જુદા માર્ગો વડે નદીઓ એક જ સમુદ્ર માં મળી જાય છે એ રીતે જુદા જુદા ભક્તો ને આપ એક જ પ્રભુ પ્રાપ્ત થાઓ છો. || 7 ||
महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः
कपालं चेतीयत्तव वरद तन्त्रोपकरणम्।
सुरास्तां तामृद्धिं दधति तु भवद्भ्रप्रणिहितां
न हि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति॥८॥
હે વરદાન આપનાર પ્રભુ, નંદી રૂપી મહાન બળદ, હાથ ટેકવવા માટે નું લાકડું, એક કુહાડી, વાઘ ની ચામડી, માનવ ખોપરી અને બીજી આવી જ વસ્તુઓ છે તમારી પાસે. છતાં પણ તમારા આશીર્વાદ થી બધા જ લોકો અતિ વૈભવ ને પામે છે. પણ આ વૈભવ મૃગ તૃષ્ણા (રણ માં દૂર દેખાતા જળ) જેવા છે. જે કેવળ ભ્રમિત કરે. તે આત્મા થી જ પ્રસન્ન એવા યોગી એટલે કે તમે બ્રહ્મ નિષ્ઠા ને લીધે ભ્રમિત થયી શકતા નથી. || 8 ||
ध्रुवं कश्चित् सर्वं सकलमपरस्त्वध्रुवमिदं
परो ध्रौव्याध्रौव्ये जगति गदति व्यस्तविषये।
समस्तेऽप्येतस्मिन् पुरमथन तैर्विस्मित इव
स्तुवञ्जिह्रेमि त्वां न खलु ननु धृष्टा मुखरता॥९॥
હે પુરમથન, કેટલાક સાંખ્ય અને પાતંજલ માટે વાળા લોકો આ જગત ને શાશ્વત અને નાશવંત મને છે. બીજા મતવાળા નાસ્તિકો આ જગત ને નિત્યાનિત્ય મને છે.
એ રીતે આ ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગત ને ભિન્ન ભિન્ન પ્રકાર ના માને છે.
આ ભિન્ન ભિન્ન મતો વાળા લોકો તમારા સ્વરૂપ ને જાણતા નથી એમ હું પણ તમારા સ્વરૂપ ને જાણતો નથી.
છતાંય, મારી હસી થશે(કેમ કે હું અજ્ઞાન છું)
એવો ભય ત્યજી ને હું તમારી પ્રાર્થના મારા શબ્દો થી કરું છું. || 9 ||
तवैश्वर्यं यत्नाद्यदुपरि विरिञ्चिर्हरिरधः
परिच्छेत्तुं यातावनलमनलस्कन्धवपुषः।
ततो भक्तिश्रद्धाभरगुरुगृणद्भ्यां गिरिश य
त्स्वयं तस्थे ताभ्यां तव किमनुवृत्तिर्न फलति॥१०॥
તમારા ઐશ્વર્ય નો તાગ મેળવવા માટે બ્રહ્મા દેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળ માં ગયા હતા.
પરંતુ કોઈને પણ આપણી લીલા નો અંત પ્રાપ્ત ના થયો કારણ કે આપ તો વાયુ અને અગ્નિ છો.
બ્રહ્મા દેવ માત્ર બ્રહ્માંડ ના અને વિષ્ણુ માત્ર જળ ના નિવાસી છે એટલે આપણું ઐશ્વર્ય જાણવા ને કોઈ સમર્થ નથી.
અને એ બ્રહ્મા અને વિષ્ણુ ના અંતર માં તો આપ સ્વયં પ્રાકટ્ય છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા થી તમારી સ્તુતિ કરે છે અને તમારી સેવા થી ફળ ની પ્રાપ્તિ ના થાય એ મૂર્ખતા છે. કેમ કે તમારી ભક્તિ તો સાક્ષાત પરંપરાગત ફળ આપનારી છે. || 10 ||
अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं
दशास्यो यद्बाहूनभृत रणकण्डू-परवशान्।
शिरःपद्मश्रेणी-रचितचरणाम्भोरुह-बलेः
स्थिरायास्त्वद्भक्तेस्त्रिपुरहर विस्फूर्जितमिदम्॥११॥
હે ત્રિપુર વિનાશક, દસ ભુજાઓ વાળો રાવણ ત્રણેય લોક ને જીત્યા પછી પણ સદાય યુદ્ધ માટે તત્પર રહેતો હતો.
રાવણ નું એવું પરાક્રમ તમારી સ્થિર ભક્તિ કરવાને લીધે જ શક્ય છે. એ ભક્તિ એવું છે કે જેમાં રાવણ એ પોતાના જ 10 મસ્તક તમારા ચરણો માં કમળ સ્વરૂપે બલિદાન આપ્યા હતા. ખાસ કરીને તમારું પુજન સકળ વસ્તુની અધિકતા થી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે. || 11 ||
अमुष्य त्वत्सेवा-समधिगतसारं भुजवनं
बलात्कैलासेऽपि त्वदधिवसतौ विक्रमयतः।
अलभ्या पातालेऽप्यलसचलिताङ्गुष्ठशिरसि
प्रतिष्ठा त्वय्यासीद्ध्रुवमुपचितो मुह्यति खलः॥१२॥
પણ તમારી જ ભક્તિ થી પરાક્રમી બનેલા રાવણ એ જયારે તેની ભુજાઓનું પરાક્રમ તમારા ઘર કૈલાશ તરફ પ્રસરાવ્યું ત્યારે તમે અનાયાસે જ તમારો અંગુઠો રાવણ ના મસ્તક પર મુક્યો
અને એ ભાર સહન ના થવાથી રાવણ થી પાતાળ માં પણ રહેવાયું નહિ.
આવી રીતે પારકા ઐશ્વર્ય ને પામેલા દુષ્ટજનો મોત પામે છે અને એમને મહાપુરુષો ની કૃપા પણ ફળદાયી થતી નથી. || 12 ||
यदृद्धिं सुत्राम्णो वरद परमोच्चैरपि सती
मधश्चक्रे बाणः परिजनविधेयत्रिभुवनः।
न तच्चित्रं तस्मिन्वरिवसितरि त्वच्चरणयो
र्न कस्या उन्नत्यै भवति शिरसस्त्वय्यवनतिः॥१३॥
હે વરદાતા, એમાં શું આશ્ચર્ય હોય જયારે તમારા જ ચરણો નીં પૂજા કરનારો બાણાસુર, ત્રણેય ભુવન ને દાસ બનાવે અને ઇન્દ્ર થી પણ અધિક સમૃદ્ધિ પામે?
જે આપણે વંદે છે એને મન વાંછિત ફળ ની પ્રાપ્તિ થાય એ પ્રત્યક્ષ છે. || 13 ||
अकाण्डब्रह्माण्डक्षयचकितदेवासुरकृपा
विधेयस्यासीद्य-स्त्रिनयन विषं संहृतवतः।
स कल्माषः कण्ठे तव न कुरुते न श्रियमहो
विकारोऽपि श्लाघ्यो भुवनभयभङ्गव्यसनिनः॥१४॥
હે ત્રિનયન, કે જેમને દેવો અને દાનવો ના ભલા માટે વિષ પાન કર્યું.
ત્યારે, કે જયારે સૃષ્ટિ નો સર્વનાશ પોતાની સમક્ષ જોઈને તેઓ(દેવો અને દાનવો) અત્યાધિક દુઃખી થયી ગયેલા.
સંસારી જનો ના દુઃખ દૂર કરવાનું તમને વ્યસન છે ત્યારે એ વિકાર (ગળા માં એ ઝેર) પણ તમને શોભા આપે છે. || 14 ||
असिद्धार्था नैव क्वचिदपि सदेवासुरनरे
निवर्तन्ते नित्यं जगति जयिनो यस्य विशिखाः।
स पश्यन्नीश त्वामितरसुरसाधारणमभूत्स्मरः
स्मर्तव्यात्मा न हि वशिषु पथ्यः परिभवः॥१५॥
હે ભગવાન, કામદેવ નું બાણ ભાલા રહિત છે. એ બાણ આ જગત માં દેવાસુર અને મનુષ્યો ને જીતવાને નિષ્ફળ ના જતા એ બધા ને વશ કરે છે.
તમારી સાથે પણ કામદેવ બીજા દેવો ની જેમ વર્તવા લાગ્યો ત્યારે તમે તેનું દહન કર્યું અને સ્મરણ પૂરતું જ કામદેવ નું શરીર બાકી રાખ્યું.
તમારા જેવા જિતેન્દ્રિય ઈશ્વર નો અનાદર એ વિનાશકારક છે. || 15 ||
मही पादाघाताद्व्रजति सहसा संशयपदं
पदं विष्णोर्भ्राम्यद भुज-परिघ-रुग्ण-ग्रह-गणम्।
मुहुर्द्यौर्दौस्थ्यं यात्यनिभृत-जटा-ताडित-तटा
जगद्रक्षायै त्वं नटसि ननु वामैव विभुता॥१६॥
હે ભગવાન, જગત ના રક્ષણ માટે અને દુષ્ટો ના વિનાશ માટે તમે તાંડવ કર્યું ત્યારે પૃથ્વી ઉંચી નીચી થવા લાગી હતી.
તાંડવ કરતી વખત ના હાવ ભાવ રૂપે તમે ભુજાઓ હલાવી તેના આઘાત થી વિષ્ણુ લોક, તારા, નક્ષત્રો આદિ નો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભયસ્વર્ગદ્વાર વ્યથા પામ્યા. એવા નૃત્ય થી સ્વર્ગ નું એક પાસું પ્રતાડિત થયું.
તમારું આવું ઐશ્વર્ય દેખીતી રીતે વિપરીત છે તો પણ તે જગત ની રક્ષા માટે જ છે || 16 ||
विय-द्व्या पी तारा-गण-गुणित-फेनोद्गम-रुचिः
प्रवाहो वारां यः पृषतलघुदृष्टः शिरसि ते।
जगद्द्वीपाकारं जलधिवलयं तेन कृतमि
त्यनेनैवोन्नेयं धृतमहिम दिव्यं तव वपुः॥१७॥
હે જગત ના આધાર, તમારા શરીર પર ગંગા નો મહાન પ્રવાહ ઝીણી ફેરફાર ની જેમ વરસતો દેખાય છે. ત્યારે તમારા વિરાટ સ્વરૂપ નું ભાન થાય છે.
આ જળ પ્રવાહ સમગ્ર આકાશ માં વ્યાપક અને તારા તથા નક્ષત્રો ના સમૂહ માં ફીણ રૂપે દેખાય છે.
ગંગા નો આ પ્રવાહ, સમગ્ર પૃથ્વી ની આસપાસ, જે રીતે નગર ની ચોતરફ ખાઈ હોય તેવી રીતે આવરણ બનાવે છે.
આવા અનુમાન થી તમારા દિવ્ય શરીર ને જાણી શકાય છે. તમારું શરીર દિવ્ય પ્રભા યુક્ત છે. || 17 ||
रथः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो
रथाङ्गे चन्द्रार्कौ रथचरणपाणिः शर इति।
दिधक्षोस्ते कोऽयं त्रिपुरतृणमाडम्बर विधि
र्विधेयैः क्रीडन्त्यो न खलु परतन्त्राः प्रभुधियः॥१८॥
હે દેવ, જયારે ત્રણે ભુવન નું દહન કરવાની તમને ઈચ્છા થયી ત્યારે પૃથ્વી રૂપી સારથી, બ્રહ્મા રૂપી સારથી, હિમાચળ પર્વત રૂપી ધનુષ, સૂર્ય અને ચંદ્ર એ રથ ના પૈડાં, તથા વિષ્ણુ રૂપી બાણ ને યોજી ને તમે ત્રિભુવન ને હણ્યો.
આ બધા ની સહાય લેવાની તમારે શી જરૂર પડે? પ્રભુ, તમે બીજા પાર આધારિત નથી.
તમે તો ફક્ત તમારા ઈશારે બધા પાસે થી કામ કરવો છો. || 18 ||
हरिस्ते साहस्रं कमलबलिमाधाय पदयो
र्यदेकोने तस्मिन्निजमुदहरन्नेत्रकमलम्।
गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा
त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगताम्॥१९॥
હે ત્રિપુરહર, તમારા ચારણ ની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા.
તેમાં એક પણ કમળ ઓછું હોય તો પાટણ નેત્ર કમળ તુલ્ય માનીને અથવા પોતાના શરીર ના બીજા કોઈ અવયવ તમને અર્પણ કરતા હતા.
આવી દ્રઢ ભક્તિ ને લીધે ત્રણેય લોક નું રક્ષણ કરવાની શક્તિ, વિષ્ણુ ભગવાન ને તમે જ સુદર્શન ચક્ર રૂપે આપેલી છે. || 19 ||
क्रतौ सुप्ते जाग्रत्त्वमसि फलयोगे क्रतुमतां
क्व कर्म प्रध्वस्तं फलति पुरुषाराधनमृते।
अतस्त्वां सम्प्रेक्ष्य क्रतुषु फलदानप्रतिभुवं
श्रुतौ श्रद्धां बद्ध्वा दृढपरिकरः कर्मसु जनः॥२०॥
હે ત્રિલોક ના સ્વામી, યજ્ઞાદિ ક્રિયાઓ પૂર્ણ થયા પછી તેનું ફળ આપવા માટે તમે હંમેશા જાગ્રત રહો છો. પછી ભલે જ્યાં યજ્ઞ થયો હોય એનાથી જુદા દેશ માં તમે હોવ કે જુદા ભવ(જન્મ) માં તમે હોવ.
ચેતન રૂપ ઈશ્વર ની આરાધના થી અને તેને પ્રસન્ન કર્યા થી યજ્ઞ ના બધા ફળ મળે છે.
આ વાત ને આધારભૂત માનીને લોકો શ્રુતિ શાસ્ત્ર માં શ્રદ્ધા રાખીને યજ્ઞાદિ કાર્ય નો આરંભ કરે છે. || 20 ||
क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृता
मृषीणामार्त्विज्यं शरणद सदस्याः सुरगणाः।
क्रतुभ्रंशस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनो
ध्रुवं कर्तुः श्रद्धाविधुरमभिचाराय हि मखाः॥२१॥
હે શરણે આવનાર ને રક્ષણ આપનાર, જયારે દક્ષ રાજા જે યજ્ઞાદિ કર્યો કરવામાં કુશળ એ પોતે યજ્ઞ કરવા બેઠા હતા ત્યારે ત્રિકાળ દર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવતા હતા અને બ્ર્હમાદિ દેવો પ્રેક્ષકો તરીકે બેઠા હતા.
આટલા ઉત્તમ સાધન સામગ્રી હોવા છતાં યજ્ઞ કરતા દક્ષે ફળ ની ઈચ્છા કરી હોવાથી તમે એ યજ્ઞ ને ફળ રહિત કરી દીધો હતો. અને એ યોગ્ય જ હતું.
યજ્ઞાદિ ક્રિયાઓ નિષ્કામપણે ના કરીયે અને તમારા પાર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીયે તો એ યજ્ઞકર્તા માટે વિનાશરૂપ નીવડે છે. || 21 ||
प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं
गतं रोहिद्भूतां रिरमयिषुमृष्यस्य वपुषा।
धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतममुं
त्रसन्तं तेऽद्यापि त्यजति न मृगव्याधरभसः॥२२॥
હે પ્રજનાથ ઈશ્વર, પોતાની જ દુહિતા(પુત્રી) સરસ્વતી નું લાવણ્ય જોઈને કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતી એ મૃગલી નું રૂપ લીધું. ત્યારે બ્રહ્મા એ મૃગશીર્ષ નક્ષત્ર જે કહેવાય છે એ મૃગ નું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવાની હઠ લીધી.
એવામાં આપે જોયું કે આ અધર્મ થાય છે, માટે તેને યોગ્ય દંડ દેવો જોઈએ. એટલે આપે વ્યાધ નક્ષત્ર રૂપી શર ને તેની પાછળ મૂક્યું. આજ સુધી પણ એ બાણ રૂપી નક્ષત્ર કામી પ્રજાપતિ(બ્રમ્હદેવ) ની પૂંઠ છોડતું નથી. || 22 ||
स्वलावण्याशंसा धृतधनुषमह्नाय तृणव
त्पुरः प्लुष्टं दृष्ट्वा पुरमथन पुष्पायुधमपि।
यदि स्त्रैणं देवी यमनिरत देहार्धघटना
दवैति त्वामद्धा बत वरद मुग्धा यवतयः॥२३॥
હે ત્રિપુરારી વરદાતા, દક્ષ કન્યા સતીએ પોતાના પિતા ને ત્યાં પોતાનું અને પતિ નું અપમાન થવાથી યજ્ઞ માં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો. ત્યાર પછી તે જ પતિ ને વરવા ને બીજે જન્મે પર્વત ની પુત્રી પાર્વતી થયી.
પાર્વતી એ ભીલડી નો વેશ ધારણ કર્યો અને મહાદેવજી જ્યાં તાપ કરતા હતા ત્યાં તેમને મોહ પમાડવા ના અનેક પ્રયાસો કર્યા, પણ તે વ્યર્થ નીવડ્યા.
દેવોએ ધાર્યું કે યજ્ઞ વખત એ થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજી નો ઉગ્રતાપ હવે આપણાથી સહન થયી શકશે નહિ. એટલે એ તાપને દૂર કરવા પાર્વતી સાથે મહાદેવ કામવશ થયીને પરણે એવા હેતુ થી દેવોએ કામદેવ ને મોકલી આપ્યો હતો.
કામદેવના પ્રભાવ થી એકાએક બ્રહ્મજ્ઞાની(પ્રભુ, તમે), બ્રહ્મમય જગત ને નારીમય જોવા લાગ્યા હતા, પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતી ની સાથે કામદેવને પણ ભસ્મ કરી નાખ્યો. છતાં પણ પાર્વતીને માત્ર વિરહ ના દુઃખથી ઉગારવા માટે તમે તેને અર્ધાંગના પદ આપ્યું હતું. આ કાર્ય જેઓ મૂર્ખ છે તે જ સ્ત્રી આસક્તિવાળું ગણે છે. || 23 ||
श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचरा
श्चिताभस्मालेपः स्रगपि नृकरोटीपरिकरः।
अमाङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलं
तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि॥२४॥
હે કામ વિનાશન, સ્મશાન ભૂમિ માં ચારે દિશાઓમાં ક્રીડા કરવી, ભૂત પ્રેતો ની સાથે નાયાચવું કુદવું અને ફરવું, ચિતાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્ય ખોપરીઓની માળા પહેરવી આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલશૂન્ય છે.
છતાં પણ જે તમારું વારંવાર સ્મરણ કરે છે તેને તમારું નામ મંગળમય હોઈ તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે. || 24 ||
मनः प्रत्यक्चित्ते सविधमवधायात्तमरुतः
प्रहृष्यद्रोमाणः प्रमदसलिलोत्सङ्गितदृशः।
यदालोक्याह्लादं ह्रद इव निमज्ज्यामृतमये
दधत्यन्तस्तत्त्वं किमपि यमिनस्तत् किल भवान्॥२५॥
હે દાતા, સત્ય બ્રહ્મ ને શોધવા માટે અંતઃ મૂઢ થયેલા યોગીઓ મન ને હૃદય ને રોકીને યોગ શાસ્ત્ર માં બતાવેલા યમ, નિયમ, આસાન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહમાનંદ નો અનુભવ મેળવે છે.
એ અનુભવ થી તેમના માં રોમાંચ ઉત્ત્પન્ન થયીને આનંદ થી આંખો માં હર્ષ ના આંસુ આવી જાય છે
આવી દુર્લભ સ્થિતિ ને પ્રાપ્ત થયેલા યોગીઓ - ઇન્દ્રિયો ને અગમ્ય, માત્ર અનુભવીને જાણી શકાય એવા તમારા અવર્ણનીય તત્વ ને, અનુભવી ને જાણે અમૃત થી ભરેલા સરોવર માં સ્નાન કરતા હોય એવો આનંદ મેળવે છે. || 25 ||
त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवह
स्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च।
परिच्छिन्नामेवं त्वयि परिणता विभ्रतु गिरं
न विद्मस्तत्तत्त्वं वयमिह तु यत्त्वं न भवसि॥२६॥
હે વિશ્વંભર, તું સૂર્ય છે, તું ચંદ્ર છે, તું પવન છે, તું અગ્નિ છે, તું જ જળ તથા આકાશ રૂપે છે.
તું પૃથ્વી છે અને આકાશ પણ તું જ છે. એમ જુદા જુદા સ્વરૂપ માં અનુભવી પુરુષો તને ઓળખે છે.
પરંતુ, હે પ્રભુ! એ બધા ના રહસ્યો રૂપે તું આખા બ્રહ્માંડ માં વ્યાપ્ત છે અને એવી કોઈ વસ્તુ નથી જેમાં તું ના હોય. || 26 ||
त्रयीं तिस्रो वृत्तीस्त्रिभुवनमथो त्रीनपि सुरा
नकाराद्यैर्वर्णैस्त्रिभिरभिदधत्तीर्णविकृति।
तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः
समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम्॥२७॥
હે અશરણશરણ, ત્રણ વેદો, ત્રણ અવસ્થાઓ, ત્રિલોક અને અકારાદિ ત્રણ અક્ષરો થી બનેલા ૐકાર પદ(શબ્દ) એ બધા તમારું જ વર્ણન કરે છે.
વળી, યોગીની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મતર ધ્વનિ તમને અખંડ ચૈતન્ય સ્વરૂપમાં ૐકાર રૂપે સિદ્ધ કરે છે. || 27 ||
भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सहमहां
स्तथा भीमेशानाविति यदभिधानाष्टकमिदम्।
अमुष्मिन्प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि
प्रियायास्मै धाम्ने प्रविहितनमस्योऽस्मि भवते॥२८॥
હે દેવ, ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ, અને ઈશાન - આ તમારા આઠ નામો ને વેદો માં શ્રુતિ તરીકે વિસ્તાર થી વર્ણવ્યા છે.
પોતાના પ્રકાશ ના ચૈતન્યપણા ને લીધે સર્વદા અદ્રશ્ય, સર્વ ને આધારરૂપ, કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ રીતે જાણી ન શકાતા હોવાથી માત્ર મન, વકગણ અને શરીર વડે તમને નમસ્કાર કરું છું. || 28 ||
नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो
नमः क्षोदिष्ठाय स्मरहर महिष्ठाय च नमः।
नमो वर्षिष्ठाय त्रिनयन यविष्ठाय च नमो
नमः सर्वस्मै ते तदिदमितिसर्वाय च नमः॥२९॥
નિર્જન વેન વિહાર ની સ્પૃહા રાખનારા, ભકતોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા! હું તમને વંદન કરું છું.
હે કામદેવ વિનાશક, અણુથી પણ સૂક્ષ્મ અને સર્વથી મહાન તમને હું નમું છું.
હે ત્રિનયનો ને ધારણ કરનાર, વૃદ્ધ અને યુવાન સ્વરૂપે પ્રકટતા, એકબીજાની અતિ વિરુદ્ધ સ્થિતિ માં રહેનારા સર્વરૂપી ભગવાન હું તમને નમું છું.
એટલે આ માતારૂ દ્રશ્યરૂપ છે અને પેલું અદૃશ્યરૂપ છે એવો ભેદ ના પડી શકવાથી અભેદરૂપે એક સ્વરૂપાત્મક એવા તમને હું વંદુ છું. કારણ કે આખું જગત તમારામય છે. || 29 ||
बहलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः
प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।
जनसुखकृते सत्त्वोद्रिक्तौ मृडाय नमो नमः
प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥३०॥
હે દીનાનાથ, બ્રહમાંડ ને રચવા માટે રાજસવૃત્તિ, વિનાશ કરવામાટે તમસવૃત્તિ, જનોના સુખ અને પાલન કરવા માટે સાત્વિકવૃત્તિ ધારણ કરનાર તમને નમન કરું છું.
તમે ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો. તેથી સત્વ, રાજસ અને તમસ - એ ત્રણે ગુણોથી રહિત પ્રકાશમય એવા તમારા પેડ ને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ! એવા તમને હું વારંવાર વંદન કરું છું. || 30 ||
कृशपरिणति चेतः क्लेशवश्यं क्व चेदं
क्व च तव गुणसीमोल्लङ्घिनी शश्वदृद्धिः।
इति चकितममन्दीकृत्य मां भक्तिराधा
द्वरद चरणयोस्ते वाक्यपुष्पोपहारम्॥३१॥
હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર! અમારા અલ્પવિષયક, અગ્ન્યાન રાગદ્વેષાદિ દોષોથી મલિનચિત્ત- કદાચ તમારું ત્રિગુણરહિત, યથાર્થ ગુણગાન કરી શકે એટલું શાશ્વત ઐશ્વર્યા ના ધરાવે.
આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતા હું આશ્ચર્ય પામું છું.
મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે, એટલે તમારા ચરણો માં આ મારા વાક્યોરૂપી પુષ્પોની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું. || 31 ||
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे
सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश पारं न याति॥३२॥
કાજળ જેવા કાળા પથ્થર રૂપી સ્યાહી, સમુદ્ર જેવા વિશાળપાત્ર માં હોય,
કલ્પવૃક્ષની ડાળીને કલમ તરીકે હોય,
અને દેવી સરસ્વતી આખો વખત લખ્યા કરે,
તો પણ તમારા ગુણો નો પાર પામી શકાય એમ નથી. || 32 ||
असुर-सुर-मुनीन्द्रैरर्चितस्येन्दु-मौले
र्ग्रथितगुणमहिम्नो निर्गुणस्येश्वरस्य।
सकलगणवरिष्ठः पुष्पदन्ताभिधानो
रुचिरमलघुवृत्तैः स्तोत्रमेतच्चकार॥३३॥
દેવો, દાનવો અને મોટા મુનિઓથી પૂજિત, ચંદ્રને કપાળમાં ધારણ કરનાર પ્રભુ તમારા ગુનો નો મહિમા અહીં વર્ણવ્યો છે.
સત્વ, રજસ અને તમસ એવા ત્રણેય ગુનો થી રહિત તમારું આ સ્તોત્ર ગંધર્વો માં સર્વોત્તમ એવા આચાર્ય પુષ્પદંત નામના ગંધર્વ એ રચ્યું છે. || 33 ||
अहरहरनवद्यं धूर्जटेः स्तोत्रमेत
त्पठति परमभक्त्या शुद्धचित्तः पुमान् यः।
स भवति शिवलोके रुद्रतुल्यस्तथाऽत्र
प्रचुरतरधनायुःपुत्रवान्कीर्तिमांश्च॥३४॥
હે જટાધારી, નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિ થી આ ઉત્તમ સ્તોત્ર નો પાઠ કરે છે, તે ચૈવ સ્તુતિ ના પુણ્ય મેળવે છે.
અંતે તે શિવલોક માં રુદ્ર ના પદને પામે છે. તેમજ આ લોક માં મોટો ધનાઢ્ય, દીર્ઘ આયુષ્યવાળો, પુત્રવાળો, અને કીર્તિવાળો થાય છે. || 34 ||
महेशान्नापरो देवो महिम्नो नापरा स्तुतिः।
अघोरान्नापरो मन्त्रो नास्ति तत्त्वं गुरोः परम्॥३५॥
ખરેખર! મહેશના જેવો બીજો કોઈ દેવ નથી. આ 'મહિમ્નસ્તોત્ર' જેવી કોઈ સ્તુતિ નથી.
અઘોર નામના મંત્ર થી મહાન મંત્ર નથી. અને ગુરુ વિનાનું અન્ય કઈ શ્રેષ્ઠ નથી.
એટલે ગુરુ, હે ઈશ્વર, હું આ સ્તોત્ર દ્વારા તમને નમન કરું છું. || 35 ||
दीक्षा दानं तपस्तीर्थं योगयागादिकाः क्रियाः।
महिम्नः स्तव पाठस्य कलां नार्हन्ति षोडशीम्॥३६॥
દીક્ષા, દાન, તાપ, તીર્થ, જ્ઞાન અને યજ્ઞાદિ ક્રિયાઓ થી જે લાભ મળે તેના કરતા
તમારી મહિમા ના આ પાઠ થી મળતા લાભ નો સોળમો ભાગ પણ વધારે છે.
એટલે તમારી આ સ્તોત્ર થી ભક્તિ કરવી એજ ઉત્તમ છે. || 36 ||
कुसुमदशननामा सर्वगन्धर्वराजः
शिशुशशधरमौलेर्देवदेवस्य दासः।
स खलु निजमहिम्नो भ्रष्ठ एवास्य रोषा
त्स्तवन-मिदम-कार्षीद्दिव्य-दिव्यं महिम्नः॥३७॥
કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત, વિમાનમાંથી અદ્રશ્ય રહી પુષ્પો ચોરતા હતા,
તેથી રાજાએ બિલ્વપત્ર તેમના માર્ગમાં વેર્યા. આમ કરવાનો ઉદ્દેશ્ય એ હતો કે કોઈ શિવભક્ત નિર્માલ્ય ઓળંગી જય શકાશે નહિ. ગંધર્વરાજ પુષ્પદંત એ નિર્માલ્ય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદ્રશ્ય રહેવાની શક્તિ નાશ પામી.
આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધર્વો ના રાજા એવા, બાલેન્દુને કપાળ પર ધરાવનારા શંકરના દાસ કુસુમદર્શન- પુષ્પદંતે આ અતિ દિવ્ય સ્તોત્ર રચ્યું છે.
सुरवरमुनिपूज्यं स्वर्गमोक्षैकहेतुं
पठति यदि मनुष्यः प्राञ्जलिर्नान्यचेताः।
व्रजति शिवसमीपं किन्नरैः स्तूयमानः
स्तवनमिदममोघं पुष्पदन्तप्रणीतम्॥३८॥
દેવાધિદેવ ઇન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું, સ્વગઁ મોક્ષપ્રાપ્તિના એક જ સાધનસમું, હંમેશ ફળદાયક એવું, શ્રી પુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્રભાવે તથા એકાત્મ થયીને સતાવે છે, તે કિન્નરોથી સ્તુતિ પામતા શિવ ની પાસે જાય છે.
श्रीपुष्पदन्त-मुख-पङ्कज-निर्गतेन
स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण।
कण्ठस्थितेन पठितेन समाहितेन
सुप्रीणितो भवति भूतपतिर्महेशः॥३९॥
જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું, સર્વ પાપોનો નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પાર અખિલ બ્રહમાંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.
इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छङ्करपादयोः।
अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः॥४०॥
હે દેવોના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારા ચરણકમળમાં અર્પણ કરી છે,
તો આપ સર્વદા પ્રસન્ન થજો.