જીવન અંજલી થાજો


 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો
 જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો
દીન દુ:ખીયાના આંસૂ લ્હોતા, અંતર કદી ન ધરાજો
 મારું જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

સતની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો
ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો
 મારું જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

વણ થાક્યા ચરણો મારા નીત, તારી સમીપે જાજો
હૈયાના પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો
 મારું જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો

વમળોની વચ્ચે નૈયા મુજ, હાલકડોલક થાજો
શ્રદ્ધા કેરો દિપક મારો, નવ કદીએ ઓલવાજો
 મારું જીવન અંજલી થાજો, મારું જીવન અંજલી થાજો (2)

[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: