વૈષ્ણવ જન તો તેને રે


 વૈષ્ણવ જન તો તેને રે કહીયે, 
જે પીડ પરાઈ જાણે રે.
પર દુઃખે ઉપકાર કરે તોય, 
મન અભિમાન ન આણે રે… 
વૈષ્ણવ જન

સકળ લોકમાં સહુને વંદે, 
નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, 
ધન ધન જનની તેેેેેની રે… 
વૈષ્ણવ જન

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, 
પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, 
પરધન ન ઝાલે હાથ રે… 
વૈષ્ણવ જન

મોહ માયા વ્યાપે નહિંં જેને, 
દ્રઢ વૈરાગ્ય જેના મન માંં રે.
રામ નામ શુંતાળી રે લાગી
સકળ તીરથ તેના તન માં રે… 
વૈષ્ણવ જન

વણ લોભી ને કપટ રહીત છે,
કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, 
કુળ એકોતેર તાર્યા રે… 
વૈષ્ણવ જન
=== નરસિંહ મેહતા ===
[posts--tag:Prarthana Pothi--25]

Narsinh Mehta (Gujarati:નરસિંહ મહેતા) also known as Narsi Mehta or Narsi Bhagat (1414 – 1481) was a saint and poet from Gujarat, India. He was born in the ancient town of Jirndurg, in the Nagar Brahmins community, notable as a bhakta, an exponent of Hindu devotional religious poetry. Narsinh is acclaimed as its Adi Kavi (“first among poets”) in Gujrati Literature. His bhajan “Vaishnav Jan Tho Tene Re Kahiye…” is Mahatma Gandhi’s favorite and has become synonymous to him

यह भजन 15वीं सदी में गुजराती भक्तिसाहित्य के श्रेष्ठतम कवि नरसी मेहता द्वारा मूल रूप से गुजराती भाषा में लिखा गया है। यह भजन उसी गुजराती भजन का हिन्दी रूपांतरण है। कवि नरसिंह मेहता को नर्सी मेहता और नर्सी भगत के नाम से भी जाना जाता है। कालांतर में वैष्णव जन तो भजन महात्मा गांधी के दैनिक पूजा का हिस्सा होने के कारण उनका सबसे प्रिय भजन का पर्याय बन गया।

You may like these posts: