સાગરમાં નાવ મારી સરરર જાય
કાંઠે ઊભાં ઝાડ કેવા નાના નાના થાય
દૂર દૂર પંખીઓનો કલરવ થાય,
સમીરની મંદ મંદ વાંસલડી વાય
સાગરમાં….
સફેદ સઢમાં કેવો પવન ભરાય,
હલેસું મારુંને નાવ દોડી દોડી જાય
સાગરમાં….
ઉંચે ભૂરું આકાશ શું વિશાળ જણાય,
નીચે કાળા કાળા પાણી દેખ્યાં નવ જાય
સાગરમાં…
તોફાનમાં નાવ મારી ડગુમગુ થાય,
પ્રભુને સ્મરું તો નાવ સરરર જાય
સાગરમાં નાવ મારી સરરર જાય
કાંઠે ઊભાં ઝાડ કેવા નાના નાના થાય
[posts--tag:Gujarati Poem--18]