તું મને ભગવાન એક વરદાન

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
તું મને ભગવાન..

હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન,
જીંદગી નુ નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે...
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
તું મને ભગવાન..
 
આ ભૂમિમાં ખુબ ગાજે પાપ ના પડઘમ,
બેસુરી થઇ જાય મારી પુણ્યની સરગમ.
દિલરૂબાના તાર નુ ભંગાણ સાંધી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
તું મને ભગવાન..

જોમ તન માં જ્યાં લગી છે સૌ કરે શોષણ,
જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ.
મતલબી સંસાર નુ જોડાણ કાપી  દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.

તું મને ભગવાન એક વરદાન આપી દે,
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
[posts--tag:Gujarati Poem--18]

You may like these posts: