આસમાની રંગની ચૂંદડી રે


 
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય 
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, 
માની ચુંદડી લહેરાય...

નવરંગે રંગી ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય 
ચૂંદડીમાં ચમકે હીરલા રે, 
હીરલા રે, માની ચુંદડી લહેરાય...

શોભે મજાની ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય 
ચૂંદડીમાં ચમકે મુખડું રે, 
મુખડું રે, માની ચુંદડી લહેરાય...

અંગે દીપે છે ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય 
પહેરી ફરે ફેર ફૂદડી રે, ફેર ફૂદડી રે, 
માની ચુંદડી લહેરાય...

લહરે પવન ઊડે ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય 
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, 
માની ચુંદડી લહેરાય

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: