ખોડલમાં ખમકારે


 કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

મારી માટેલ વાળીને મનાવો જગ જનની
ખોડલમાં ખમકારે ખોડિયારમાં ખમકારે 
ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે...

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની
ભાવેના શેરની ભાગોળે શોભતું
રૂડું રાજપરુ ગામ
મનના મનોરથ ફળશે માનવીઓ
ધરા તાંતણીયે જાવ
તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની
ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો 
જગ જનની ખોડલમાં ખમકારે, 
ખોડિયારમાં ખમકારે...
ભેળીયા વાળી સદા ભેળે રેતી
ખમકારો કરીને આવે માં ખોડલી

નીકળતા અંતર નાદ
સમરે દેતી સાય કોઈ રાજપરા જઈને રીઝાવો 
જગ જનની ખોડલમાં ખમકારે

તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની
ખોડલમાં ખમકારે, ખોડલમાં ખમકારે...
અંબા ભવાની જેવી સાતે બેનડીયું કરવા આવીયુ રે 
કામ હો પાળે આવીને માનતા કરે એની હૈયાની પૂરતી રે 

હાશ તમે અંતરનો પ્રેમ ઉભરાવો 
જગ જનની ખોડલમાં ખમકારે 
કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની 
ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે...

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: