મૈત્રીભાવનું પવિત્ર ઝરણું


મૈત્રીભાવનું પવિત્ર ઝરણું 
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વ નું, 
એવી ભાવના નિત્ય રહે.  
મૈત્રીભાવનું...
ગુણથી ભરેલા ગુણીજન દેખી, 
હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળમાં 
મુજ જીવન નું અર્ધ્ય રહે.
મૈત્રીભાવનું...
દિન દુખીયા   ને ધર્મ વિહોણા 
દેખી દિલ માં દર્દ રહે,
કરુણા ભીની આંખો માંથી 
અશ્રુ નો શુભ સ્ત્રોત વહે,
મૈત્રીભાવનું...
માર્ગ ભૂલેલા જીવન પથિકને 
માર્ગ ચીંધવા ઉભો  રહું,
કરે ઉપેક્ષા એ મારગની 
તોય સમતા ચિત્ત ધરું.
મૈત્રીભાવનું...
વીર વાણી ની ધર્મ ભાવના 
હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરના પાપ ત્યજીને 
મંગળ ગીતો એ ગાવે.
મૈત્રીભાવનું... [posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: