અમે તો તારાં નાનાં બાળ


 અમે તો તારાં નાનાં બાળ,
અમારી તું લેજે સંભાળ ... 
અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી,
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... 
અમે તો તારાં.

દીનદુઃખિયાના દુઃખ હરવાને,
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... 
અમે તો તારાં.

બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... 
અમે તો તારાં.
[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: