રાખ સદા તવ ચરણે


રાખ સદા તવ ચરણે અમને,  
રાખ સદા તવ ચરણે;

અમ તિમિરે તવ તેજ જગવજે
અમ રુધિરે તવ બલ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે
રાખ સદા...

અગાધ ઓ આકાશ સમા તવ
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ
અમને આપ સકલ તવ વૈભવ
રાખ સદા...
[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: