મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે ...મંદિર
નહીં પૂજારી નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે ...મંદીર
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
અવનીમાં તું કયાં છૂપાયો ?
શોધે બાળ અધીરાં રે ..મંદિર
[posts--tag:Prarthana Pothi--25]