હે માં શારદા


હે માં શારદા ! હે માં શારદા !
હે માં શારદા ! હે માં શારદા !
તારી પૂજા નું ફૂલ થવા શક્તિ દે, 
તારા મયુર નો કંઠ થવા સૂર દે
હે માં શારદા…

તું જ મંદિર ની જ્ઞાન જ્યોતિ થી
જીવન પંથ નો તિમિર ટળે
હે દેવી વરદાન જ્ઞાન દે, 
લેખિનીના લેખ ટળે
શુભદા ! શક્તિ દે… હે માં શારદા…

સૂર શબ્દનો પુર્યો સાથિયો
રંગ ભરી દો માં! એમાં,
રગરગ માં મધુરગ પ્રગટાવી
પ્રાણ પૂરી દો ગીત - લયના
જ્ઞાનદા ! ભક્તિ દે …. હે માં શારદા...


[posts--tag:Prarthana Pothi--25]

You may like these posts: