વેણુ વગાડતો


 વેણુ વગાડતો... વેણુ વગાડતો
વેણુ વગાડતો... ગાયો હંકારતો
આવ્યો યશોદા નો કાનુડો

માથે છે મોરપીંછ કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટ ની કેડીએ મારગડો રોકતો
વેણુ વગાડતો...

સૈયર સૌ કાન ને હેતે રમાડ્યા
મટુકીથી મટુકીથી મહીડા ચોરાવ્યા
મહીડા ચોરાવીને દલડા ચોરાવતો
વેણુ વગાડતો... 
[posts--tag:Gujarati Garba--18]

You may like these posts: