આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો ગુજરાતી ગરબો


આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

હે તારા રે નામનો છે એક તારો
હું તારી મીરા તું ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

હે દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ તમે ચાલો સંભાળી
લાગે જો ઠોકર તો હાથ મારો ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

[posts--tag:Gujarati Garba--18]

You may like these posts: