સોના વાટકડી રે, કેસર


 સોના વાટકડી રે, કેસર ઘોળ્યાં રે વાલમિયા (2)
હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે....

પગ પરમાણે કડલાં સોઈ રે વાલમિયા (2)
હે કાબિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

હાથ પરમાણે ચૂડલો સોઈ રે વાલમિયા (2)
હે ગુજરીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

ડોક પરમાણે હારલો સોઈ રે વાલમિયા (2)
હે હારલાની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

નાક પરમાણે નથડી સોઈ રે વાલમિયા (2)
હે ટીલડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

કાન પરમાણે કુંડળ સોઈ રે વાલમિયા (2)
હે વાળિયુંની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

અંગ પરમાણે કમખો સોઈ રે વાલમિયા (2)
હે એવી ચૂંદડીની બબ્બે તારે જોડ, રંગમાં રોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

હે લીલો છે રંગનો છોડ, રંગમાં ઘોળ્યાં રે વાલમિયા (2)
સોના વાટકડી રે... 

સર પટ સધર સમર તટ, અનુસર રંગભર કરતક મેલ કરે,
હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદર શ્યામ રમે
નિરજન નિજ પ્રવર, પ્રવર અતિ નિરજન, નિકટ મુકુટ શર સવર નમે
હરિહર સુર અવર અવર અતિ મનહર, રંગભર સુંદર શ્યામ રમે
જી જીરંગભર સુંદર શ્યામ રમે, જી જીરંગભર સુંદર શ્યામ રમે
જી જી રંગભર સુંદિર શ્યામ રમે 
સોના વાટકડી રે... 

===
[posts--tag:Gujarati Garba--18]

You may like these posts: