અમે મહિયારા રે ગોકુળ ગામના



 અમે મહિયારા રે ગોકુળ ગામના

મારે મહી વેચવાને જાવા

મહિયારા રે...ગોકુળ ગામનાં
 
મથુરા નીવાટ મહી વેચવાને નીસરી

નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી,

હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે...ગોકુળ ગામના

યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો

ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો

હે...મારે જાગી જોવુ ને જાવુ.મહિયારા રે...ગોકુળ ગામના

માવડી જશોદાજી કાનજીને વારો

દુ;ખડા હજાર દિયે નંદજીનો લાલો

હે...મારે દુઃખ સહેવા, નહીં કહેવા,મહિયારા રે...ગોકુળ ગામના

નરસિંહનો નંદકિશોર લાડકડો કાનજી

ઉતારે આતમથી ભવ ભવનો ભારજી

નિર્મળ હૈયાની વાત કહેતા,મહિયારા રે...ગોકુળ ગામના

...નરસિંહ મહેતા 

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: