આવેલ આશા ભર્યા.....


(આશા ભર્યા તે અમે આવીયા, ને મારે વાલે રમાડ્યા રાસ જો)
શરદ પૂનમની રાતડીને
ઓલો ચાંદો ચડ્યો આકાશ રે, 
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....
 
ઉતારા દેશુ ઓરડાને
કઈ દેશુ મેડી કેરા મોલ રે 
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

દાતણ દેશુ દાડમીને
કઈ કણેરી કામ રે 
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

નાવણ દેશુ કુંડીયુને
કઈ દેશુ નદી કેરા નીર રે
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

ભોજન દેશુ લાપસીને 
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

કઈ દેશુ કઢિયેલા દૂધ
મુખવાસ દેશ એલચીને
કઈ દેશુ નાગરવેલ પાન રે 
આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

પોઢણ દેશુ ઢોલીયાને
કઈ દેશ હિંડોળા ખાટ રે
 આવેલ આશા ભર્યા..... આશા ભર્યા....

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: