ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી ક્યારે વગાડી..


 ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી ક્યારે વગાડી

હુરે સુતી તી મારા શયન ભુવનમાં, 
સાંભળો મોરલીનો સાદ, મોરલી ક્યારે વગાડી 

બેડું મેલ્યું છે મેં તો સરોવર ઈંઢોણી આંબલીયા ડાળ, 
મોરલી ક્યારે વગાડી 

આંધણ મેલ્યાછે મેં  તો ચુલાઉપર ઝૂલતા, 
આંધણ ઉભરાય જોય 
મોરલી ક્યારે વગાડી

માખણ મેલ્યા મેંતો સીકાઉપર ઝૂલતા, 
માખણ મીંદડા ખાય, મોરલી ક્યારે વગાડી

દોણી લઈને ગાય દોવાને બેઠ
દુધડા જોને ઢોળાઈ જાય, 
મોરલી ક્યારે વગાડી

ફૂલ વીણવાને હુંતો બગીચામાં ગઈતી, 
ગુંથ્યા મેં શ્યામ માટે હાર, 
મોરલી ક્યારે વગાડી

માધવદાસ ના સ્વામી શામળીયા, 
તન મન જાઉં બલીહાર, 
મોરલી ક્યારે વગાડી

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: