કાન ક્યાં રમી આવ્યા?
મથુરામાં ખેલ ખેલી આવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા?
સાડી તે કોની ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
નાકની નથણી ક્યાં મૂકી આવ્યા?
વાળી તે કોની ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા?
માળા તે કોની ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા?
કંગન તે કોના ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા?
સાંકળા તે કોના ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા?
સાળુ તે કોના ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા?
એરિંગ તે કોના ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા?
ખંજરી તે કોની ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
મનડું તમારું ક્યાં મૂકી આવ્યા?
સુધબુધ તે કોની ચોરી લાવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
મથુરામાં ખેલ ખેલી આવ્યા!
હો કાન ક્યાં રમી આવ્યા?
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba
Click Here for More Gujarati Garba