માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...
ગાગરની લઈ માંડવી માથે ઘુમતી
મોરી માત ચુંદલડીમાં ચંદ છે સાથે
રૂપલે મઢી રાત જોગમાયાને સંગ
દરિયો નીતરે ઉમંગ તમે જોગનીયો
સંગ કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...
ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો વાન
અમ્બાના અણસારા વીના હલે નહી
પાન માના રૂપની નહી જોડ, એને અમવાના છે કોડ
માની ગરબા કેરી કોર કે માએ ગરબો
ચલાગ્યો ચાચર ચોકમા રે
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે.