એવું પડવેથી પહેલુ માનું નોરતુ જી રે
એવા બીજા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમે જી રે
ગરબે રમે ને તાળી પડે જી રે
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે...
એવું ત્રીજે થી ત્રીજું માંનુ નોરતુ જી રે
એવા ચોથા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમે રે
ગરબે રમે ને તાળી પડે જી રે
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે…
એવુ પાંચમે થી પાંચમું માનું નોરતુ જી રે
એવા છઠ્ઠા તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમે જી રે
ગરબે રમે ને તાળી પડે જી રે
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે...
એવું સાતમે થી સાતમું માનું નોરતુ જી રે
એવા આઠમાં તણા ઉપવાસ રે
માતા આશાપુરા ગરબે રમે રે
ગરબે રમે ને તાળી પડે જી રે
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશપુરા ગરબે રમે જી રે...
એવું નવમે થી નવમું માનું નોરતુ જી રે
એવો દશેરાનો બોલો જય જયકાર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે
એવા પડછડે ટહુકે ઝીણા મોર રે
માતા આશાપુરા ગરબે રમે જી રે
પડવે થી પેહલું માનું નોરતુ...
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba