માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળમાં રે લોલ


 માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ 
પાવાગઢની પોળમાં રે લોલ....2 
માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ પાવાગઢની પોળમાં રે લોલ.....2 
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ 
પાવાગઢની પોળમાં રે લોલ...

હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર  
હે માડી હે માડી   હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર 
માંડી તારા પગલાંથી પાવન પગથાર માં 
તારે ગરબે ફૂલનો હિંડોળ મોંઘો અણમોલ 
પાવાગઢની પોળમાં રે લોલ 
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળમાં રે લોલ...

હે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર
હે ખમ્મા હે ખમ્મા

હે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર માડી 
તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર માં તારી તૈય્યર કરે રે 
કિલોલ બોલે મીઠા બોલ પાવાગઢની પોળમાં રે લોલ 
માં તારી તૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ માં 
તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળમાં રે લોલ...
પાવાગઢની પોળમાં રે લોલ

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: