મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો


મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો જેવો રાધાને નંદનો કિશોર, 
એવો મારો સાંવરિયો મારા તે ચિત્તનો..

જમુના તીરે જઈ ભરવા હું નીર ગઈ પ્રીતીની વાદળી વરસી હૈયાની હેલ 
મારી છલકાવે છેલ તોયે હ રહી ગઈ તરસી હે તનડું ભીંજાય તોયે રોમ રોમ લ્હાય 
મારા નટખટનાં નેણ છે નઠોર 
એવો મારો સાંવરિયો મારા તે ચિત્તનો....

મીઠડે મોરલી તે કાને તેડાવી મને તેનાંતે સૂરમાં સાંધી મોંઘેરા મનનાં 
વનરાતે વનનાં ફૂલોનાં હાર થી બાંધી હે લંબાવી હાથ એની વાવડીની સાથ જોડે મારા પાલવી કોર એવો મારો સાંવરિયો મારા તે ચિત્ત...

જોયા ના તારલા જોઈ ના ચાંદની જોઈ ના કાંઈ રાતરાણી ચઢતુ’તુ ઘેન અને હટતી'તી રેન એવી વાલમની વાણી હૈ ભૂલી’તી ભાન રહ્યું કઈએ ના સાન ક્યારે ઊગી ગઈ આભમાં ભોર
 એવો મારો સાંવરિયો મારા તેચિત્તનો ચોર...
 
 [posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba

You may like these posts: