Bhagvad Gita


 સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.
(1)
સમય સમય ની વાત છે!
સ્વાધ્યાય કેરો સાદ છે!
પથદર્શક ગીતા ને લઈને!
સાંપ્રત સમય ની વાત છે....
(2)
તમે અમારી આંગળી ઝાલી અર્પી છે મંઝિલ 
ગીતા ને પથ દર્શક બનાવી, સામ્રાજ્ય સર્જી,
મૂક દર્શક સમાજ નહીં પણ, પથ દર્શક અર્પી,
સાંપ્રત સમાજ ને છે જોડયો, દીધી છે કીર્તિ!  
(3)
રૂંવાડે રૂંવાડે રામ  તણી ગર્જના ને,
પથ દર્શક ગીતા તણા માર્ગે.....
ઈસ તણા વિશ્વાસે અચળ આ યુવાની જે,
નમસ્કાર ગીતા તણા પામે,
સાંપ્રત સમાજ ને પથ બતાવું,
શબ્દ શૃંખલાઓ ચરણે ધરું.
(4)
સમ્રાટો શોધી રહ્યા, શાણા ઓ સમજી રહ્યા,
ગીતા તારા પથ ને, સાંપ્રત સમાજ શ્રવી રહ્યા ... 

સમય સારો, સંસ્કૃતિ સારી, સારી સમગ્ર સૃષ્ટિ,
સાંપ્રત સમાજ ને પથ પ્રસરાવી, ગીતા કેરી દ્રષ્ટિ.

સમય કહે, પુકાર કરે, કજિયો કરે સૃષ્ટિ 
સાંપ્રત સમાજ ને પથ પુરે, ગીતા કેરી દ્રષ્ટિ.

પ્રશ્ન મારો પ્રેમ થી,
પથ પ્રદર્શિત કરવા ગીતા જ કેમ? 
ચાલો ડોકિયું કરીયે સાંપ્રત સમાજ માં.

સમાજે સોય થી લઇ સોફિયા સુધી સોલીડ પ્રગતી કરી છે.
અરે માનવ રૂપી સોફિયા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ની ટોચ છે. 
મસ્ક અને બેઝોસે અંતરિક્ષ ની સફર કરાવાની શરૂઆત કરી દીધી છે,
નેનો ટેક્નોલોજી અને બાયો વિજ્ઞાન થી જીંદગી જોરદાર બની ગઈ છે.

તેજાબી ટેક્નોલોજી સાથે કદમ તાલ મિલાવવા આજનો સમાજ કટિબદ્ધ થયો છે.
છૂટકો નથી એને હાથ માં મોબાઈલ લીધા વગર. 
ઉપાય માટે શું કર્યું?...
સર્વ શ્રેષ્ઠ સ્કૂલ કોલેજ માં ભણી ગણી ને સ્કોલર થયો.
કોઈ નેતા બન્યો, કોઈ અભિનેતા, 
બધાએ પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસા પાછળ ડોટ મૂકી.
કોઈને સફળતા મળી, કોઈ રહી ગયું......પણ રેસ માં કોઈ થાક ખાવા તૈયાર નથી.
છેવટે સમગ્ર દુનિયા એ અનુભવ્યું કે બધું બરાબર, 
પણ માનવીય સદગુણો ખીલવવા માટે સમય નહીં આપ્યો હોય તો આ બધુજ નકામું.
વિશ્વ પર મહારોગ નું મહા સંકટ આવ્યું...
શું કામ લાગ્યું?
પદ કે લાગવગ?
પ્રતિષ્ઠા કે પહોંચ?
પાવર કે શક્તિ?
પૈસા કે રૂપિયા?
કાંઈ નહીં.
છગન પૂછે તો શું ગીતા કામ લાગી?
હા. ગીતા જ કામ લાગી. ગીતા નો સરળ પથ .

શું કામ લાગ્યું?
ગીતા નો સંયમ :: કુરમોંગાનીવ સર્વશઃ 
ગીતા નો યોગ :: તસ્માત યોગી ભવારરજુન
ગીતા નો ભોગ :: સાત્વિકમ, રાજસી, તામસીમ ચૈવ 

મન ની મક્કમતા ક્યાંથી લાવશો? 
સંયમ, શાંતિ, સ્થિરતા નું તત્વજ્ઞાન ક્યાંથી શીખશો?
એ ભાઈ, દાદા ના સ્વાધ્યાય માં આવી જા, અહીંયા તને ગીતા નું સમગ્ર તત્વજ્ઞાન જાણવા અને માણવા મળશે.

હવે જગત ને જણાવવાની જરૂર નથી કે બધું મેળવ્યું પણ ગીતા ના પથ પર ના ચાલ્યા તો કશુંજ કામ લાગવાનું નથી.
ગીતા સફળતા અને નિષ્ફ્ળતા પચાવાનું તત્વજ્ઞાન શીખવે છે.
સાંપ્રત સમાજ ને ઉદાહરણો આપવાની જરૂર નથી...

ભેગું કરવા વાળા ઘર ભેગા થઈ ગયા
સીધું કરવા વાળા બધા સીધા દોર થઈ ગયા
મોટા થવા વાળા બધા માટી માં ભળી ગયા
યોગા કરવા વાળા યોગભ્રષ્ટ થઈ દુનિયા તરી ગયા.

અમારી ગીતા માં યોગા અને ભોગા નો સમન્વય છે.
द्वंद्वातित થવાનો માર્ગ છે.
ગીતા ના આ જ્ઞાન ને વ્યવહારું બનાવી દીધો દાદા એ.
સરળ સમજૂતી, પ્રયોગો ની અનુભૂતિ, પરમેશ્વર ની પ્રસ્તુતિ અને પરિવાર ની પ્રતિકૃતિ આપી સદ્ગુણો ના સૂરો રેલાવી દીધા.

કોણ ટકયું કોણ બચ્ચું તે હવે બચ્ચા બચ્ચાઓ ખબર છે.

જીવન હવે ફક્ત એક છેડે બેટીંગ કરવાનો કીમિયો રહ્યો નથી.
બીજા છેડા સાથે કદમ મિલાવવા ગીતા સ્વાધ્યાય છે.
નક્કી કરો કે 
શેક્સપિયર ના હેલ્મેટ બની શોક કરવો છે કે પછી કૃષ્ણ ના અર્જુન બની આનંદી બનવું છે.
સમય નથી તો કાઢો નહીંતો જિંદગી काढा પીને ગુજારવી પડશે. 

સાંપ્રત સમાજ ને સમય સાથે સમન્વય સાધવા પથ સ્વાધ્યાય પરિવાર માં મળશે.
સ્વાધ્યાયી કહેશે...
જો તું નિર્દોષ બાળક છે તો તું અમારા બાળ સંસ્કાર કેન્દ્ર માં આવી સુંદર શ્લોકો શીખ,
જો તું તરુણ છે, તો અમારા કિશોર કેન્દ્ર માં સમય આપ, તાલ બદ્ધ થા,
યુવાન છે તો યુવા કેન્દ્ર માં આવી  સારા સાથે શ્રેષ્ઠત્ત્વ નો સમન્વય શીખ,
જો તું પ્રબુદ્ધ છે, તો અમારા વિડિઓ કેન્દ્ર માં આવ, પ્રયોગો માં જ, 
ગામડાઓ માં ભ્રમણ કર, તને જીવન માં પ્રવૃત્તિ અને નિવૃત્તિ નું તત્વજ્ઞાન 
ચરિતાર્થ થતું લાગશે. 
રૂપિયા ની રમત માં તું જિંદગી જીવવાની રમત ને રમી રાજા બની જઈશ.


इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌ ॥
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम्‌ ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्‌ ॥

જણાવી દીધી આજે રાજ વિદ્યા, ચલાવું કે ચલક ચલાણું સૌની મરજી,
સાંપ્રત સમાજ ને પથ આપે ગીતા, ચાલવું ન ચાલવું સૌની મરજી...નીચે લિંક પર ગીતા ના 18 અધ્યાય હિન્દી માં અનુવાદ સાથે મળશે...