આદ્યશક્તિ તુજને નમુ બહુચરા


આદ્યશક્તિ તુજને નમુ બહુચરા, 
ગુણપત લાગુ પાય હે દિન જાણીને દયા કરો મા બહુચરા મુખે માગુ તે થાય 
આદ્યશક્તિ તુજને નમુ.........

વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા 
ગુણ તમારા ગવાય ચોસઠ બેની મળી સામટી રે બહુચરા માનસરોવર જવાય । 
આદ્યશક્તિ તુજને નમુ......

સર્વે મળી કીધી સ્થાપના રે બહુચરા 
ધરાવ્યો બહુચર નામ સામસામા બે ઓરડા રે બહુચરા સોનુ ખડે સો નાર 
આદ્યશક્તિ તુજને નમુ.........

શુભ નિશુંભને હાથે હણ્યા બહુચરા 
બીજા અનેક અસુર રક્તબીજને તમે મારીયા રે બહુચરા રક્ત ચલાવ્યા પુર
 આદ્યશક્તિ તુજને નમુ..........

જોવા તે મરઘા બોલાવીયા રે બહુચરા
 દેત્ય તણા ખડી માથે ખોડા કર્યો રે બહુચરા સ્ત્રી માથે પુરુષ 
આદ્યશક્તિ તુજને નમુ......... પેટમાંય

હૈયુ નથી જોને હાલતુ યે બહુચરા 
કઠણ આવ્યો કાળ ધરમ ગયો ધરણી ધસી રે બહુચરા 
પુણ્ય ગયું પાતાળ કર જોડીને વિનવું રે બહુચરા 
વલ્લભ તારો દાસ ચરણ પખાળ તુજને નમુ રે બહુચર પુરી આસ 
આદ્યશક્તિ તુજને નમુ..........  
 
[posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba

You may like these posts: