અંબા અભય પદ દાયની રે


 અંબા અભય પદ દાયની રે
અંબા અભય પદ દાયિની રે,
શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, 
અંબા અભય...

હેમ હિંડોળે હિંચકે રે, 
હીંચે આરાશુરી માત ભીડ ભંજની, 
અંબા અભય…

સંખીઓ સંગાથે કરે ગોઠડી,
આવે આઠમ ની રાત ભીડ ભંજની, 
અંબા અભય...

સર્વે આરાશુર ચોક માં રે,

આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય...

એવે સમે આકાશ થી રે,

આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય...

કોણે બોલાવી મુજને રે,

કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય...

મધ દરિયો તોફાન માં,

માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય...

વાયુ ભયંકર ફૂંકતો રે,

વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…..

પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય...

આશા ભર્યો હું આવીયો રે,

વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય...

હૈયું રહે નહિ હાથ માં રે,

દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય...

મારે તમારો આશરો રે,

ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય...
અંબા હિંડોળે થી ઉઠયા રે,

ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય...

સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય...

વાત વધુ પછી પુછજો રે,

બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય...

ભક્ત મારો ભીડે પડ્યો રે,

હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય....

એમ કહી નારાયાણી રે,

સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય...

ત્રિશુલ લીધું હાથ માં રે,

તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય...

ધન્ય જનેતા આપને રે,

ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય...

પ્રગટ પરચો આપનો રે,

દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય...

બધી તેની ભાંગજો રે,

સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય...

અંબા અભય પદ દાયિની રે ...
 [posts--tag:Gujarati Garba--25]

You may like these posts: