ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડો



 ચપટી ભરી ચોખાને ઘી નો છે દીવડો 
શ્રીફળની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, 
ચપટી ભરી ચોખા ને...

સામેની પોળેથી માળીડો આવે, 
ગજરાની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, ચ
પટી ભરી ચોખા ને..

સામેની પોળેથી સોનીડો આવે, 
ઝુમ્મરની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, 
ચપટી ભરી ચોખા ને...

સામેની પોળેથી કુંભારી આવે, 
ગરબાની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, 
ચપટી ભરી ચોખા ને…

સામેની પોળેથી સુથારી આવે, 
બાજોટની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, 
ચપટી ભરી ચોખા ને..

સામેની પોળથી જોષીડો આવે, 
ચુંદડીની જોડ લઈને રે, 
હાલો હાલો પાવાગઢ જઈએ રે, 
ચપટી ભરી ચોખા ને...

 [posts--tag:Gujarati Garba--25]

You may like these posts: