એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી


 
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, 
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી તી 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો 
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ ચોથે પગથીયે પગ મૂક્યો, 
માના સાથળ સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ છઠ્ઠ પગથીયે પગ મૂક્યો, 
માની છાતી સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ સાતમે પગથીયે પગ મૂક્યો, 
માનાં ગળાં સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ આઠમે પગથીયે પગ મૂક્યો, 
માનાં કપાળ સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

માએ નવમે પગથીયે પગ મૂક્યો, 
માનાં માથાં સમાણાં નીર મોરી માત 
વણઝારી ઝૂલણાં ઝૂલતી તી, એક વણઝારી...

[posts--tag:Gujarati Garba--25]

You may like these posts: