હૈયે રાખી હામ મારે


 હૈયે રાખી હામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.
પાઘડ્યું પરિયામ ત્યાં તો ઉમટ્યાં ગામના ગામ,
મેળે નહીં જઇએ.

ગામના મણિયારા રૂડી ચૂડીયું લઇ બેઠાં' જો,
ચૂડીનું શું કામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.

મંદિરના પછવાડે પેલો સૂંડલાવાળો બેઠો' તો
આવી લેજો દામ, મારે ચીતરાવું છે નામ,
મેળે નહીં જઇએ.
 
 [posts--tag:Gujarati Garba--25]
Click Here for More Gujarati Garba

You may like these posts: