કાન તારી મોરલીયે મોહીને ગરબો ઘેલો કીધો
એવા સારવાર સાદની રે માજમ રાતની
જીરે મોરલી ક્યારે વાગી ....
કાન તારી મોરલીયે ......
હેં કાન તારી મોરલીયે મોહીને રોતા બાળ મેલ્યા
એવા સરવર સદની રે માજમ રાતની
જીરે વિજોગણ ક્યારે રે વાગી .....
કાં તારી મોરલીયે ....
હે કાન તારી મોરલીયે મોહીને માં ને બાપ મેલ્યા
એવા સરવર સાદની રે, માજમ રાતની
જીરે વાંસલડી ક્યારે વાગી ..
કાન તારી મોરલીએ ...
[posts--tag:Gujarati Garba--25]